આમ કે આમ ગુટલીઓકે ડોલરમેં દામ!
સૌ કોઈ કેરી ખાઈ તેની ગોટલી ફેંકી દેતા હોય છે.
પરંતુ, આ ગોટલી આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે.
જલાલપુર તાલુકાના બેલાબેન પટેલ ગોટલીનો સંગ્રહ કરી તેમાંથી મુખવાસ બનાવે છે.
કેરીની ગોટલીના મુખવાસની વિદેશમાં ખૂબ માંગ વધી છે.
અબ્રામા ગામના રહેવાસી બેલાબેન પટેલ કેરીનું મૂલ્યવર્ધન કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.
વરસાદની સિઝન વખતે કેરી ખરી પડી હતી ત્યારે, બેલાબેહેને કેરીનું મૂલ્યવર્ધન કરીને તેમાંથી રસની બોટલ્સ તૈયાર કરી હતી.
રસની બોટલ્સના વેચાણ દ્વારા તેઓએ સારી આવક મેળવી હતી.
બેલાબહેને નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી કેરીનું મૂલ્યવર્ધન કરવાની તાલીમ લીધી હતી.
રસની બોટલ્સથી થયેલ આવક બાદ બેલાબેન પટેલે મુખવાસ બનાવવાનું શરૂ કર્યું અને વિદેશમાં નિકાસ કરવાનું શરુ કર્યુ હતું.
કેરીના ગોટલાથી તૈયાર થયેલા આ મુખવાસની માંગ વિદેશમાં ખૂબ વધવા પામી છે.
હાલ આ મુખવાસનું વિદેશના બજારોમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
બેલાબેન પટેલે જણાવ્યું હતું કે આ કેરીના ગોટલાથી તૈયાર થયેલો મુખવાસ શરીર માટે ખૂબ જ લાભદાયી અને ફાયદાકારક છે.
આ મુખવાસના સેવનથી ઘણી બીમારીમાંથી છુટકારો મળે છે.
કેરીની ગોટલીમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન સિવાય 44થી 48% એમિનો એસિડ તેમજ અલગ અલગ મિનરલ્સ રહેલાં છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો