નવસારીની રાખડીએ વિદેશમાં મચાવી ધૂમ!

ટૂંક જ સમયમાં ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનનું આગમન થવાનું છે.

રક્ષાબંધનના તહેવારમાં રાખડીનું મહત્વ વિશેષ હોય છે.

હાલ બજારમાં વિવિધ ડિઝાઇન ધરાવતી રાખડીઓ જોવા મળી રહી છે. 

જલાલપુર તાલુકાના અબ્રામા ગામે રહેતી નિધિ ભાવસાર નામની યુવતી પણ રંગબેરંગી રાખડી બનાવીને વેચાણ કરી રહી છે.

ભાઈને રક્ષાબંધનમાં બાંધવા નિધિએ જાતે જ રાખડી બનાવવાનું કરવાનું નક્કી કર્યું હતું. 

નિધિએ બનાવેલી રાખડી પરિવારના સભ્યોને ખૂબ પસંદ આવી હતી. 

પરિવારના પ્રોત્સાહન બાદ નિધિએ નક્કી કર્યું હતું કે, તે રાખડી બનાવીને તેનું વેચાણ કરશે.

રાખડીના વેચાણ દ્વારા નિધિએ સારી એવી આવક મેળવી છે.

નિધિની રંગબેરંગી રાખડીઓ હવે વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે.

નિધિ ભાવસારે જણાવ્યું હતું કે, તેણીની રાખડીઓ અમેરિકા, લંડન , કેનેડા, પોલેન્ડ, વગેરે દેશોમાં નિકાસ પામે છે.

રાખડીની કિંમત 5 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની હોય છે.

નિધિને રાખડી બનાવવા માટે તેના પરિવારજનો પણ મદદ કરે છે.

નજીકના મિત્રો તેમજ પરિવારના સભ્યો સોશિયલ મીડિયાનો ઉપયોગથી નિધિની રાખડીઓની જાહેરાત પણ કરતા હોય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો