હેં! વાંસદા પોલીસે બુટલેગરના ઘરે જઈને કર્યુ ભોજન

નવસારી જિલ્લાના વાંસદા પંથકના પોલીસ વિભાગ દ્વારા કરાયેલી શાનદાર કામગીરી સામે આવી છે. 

વાંસદા પોલીસે મજબૂરીમાં દારુનું વેચાણ કરતી મહિલાઓને સ્વરોજગારી તરફ વાળીને નવજીવન આપ્યું છે.

આ કામગીરી થકી વાંસદા પોલીસે 'સેવા સુરક્ષા શાંતિ'ના  સૂત્રને સાર્થક કર્યુ છે. 

વાંસદામાં પરિવારનું ગુજરાન ચલાવવા કેટલીક મહિલાઓ દારુનું વેચાણ કરતી હતી. 

પોલીસ દ્વારા ધરપકડ બાદ પણ મજબૂરીના કારણે આ મહિલાઓને દારુનો વ્યવસાય ફરીથી શરુ કરવો પડતો.

વાંસદા પોલીસ સ્ટેશનના સહયોગથી આવી મહિલાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 

સી-ટીમ તથા મહિલા સુરક્ષા સમિતિ દ્વારા મહિલાઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યુ હતું. 

આ તમામ મહિલાઓને હાલમાં સરકારી સહાય દ્વારા ચાની કીટલી તથા શાકભાજીનું વેચાણ કરવા ગ્રામ પંચાયત મારફતે જરુરી રેંકડી પણ બનાવી આપવામાં આવી હતી.

સી-ટીમ તથા મહિલા સુરક્ષા સમિતિના સભ્યો દ્વારા જરુરી કાઉન્સિલિંગ મળતાં 5થી6 મહિલાઓ દારુનું વેચાણ છોડી અન્ય સ્વરોજગારી તરફ વળી છે.

દેશી દારુનું વેચાણ કરતી વાંસદા પાટા ફળીયાની અલ્કાબેન પટેલે દારુનું વેચાણ છોડી વાસણ સાફ-સફાઈની નોકરી મેળવી. 

વાંસદા પોલીસ ટીમના સભ્યોએ મહિલાના ઘરે જઈ સાંજનું  ભોજન મહિલા તેમજ તેના પરિવાર સાથે કર્યુ હતું.

આ કારણોસર મહિલાના પરિવારમાં હર્ષનો માહોલ છવાયો હતો. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો