અહીંની ભેળના NRI પણ છે દીવાના, જો એક વાર ચાખશો, તો વારંવાર માંગશો

નવસારીના છાપરા રોડ પાસે મનુભાઈ છેલ્લા 16 વર્ષથી સૂકી ભેળનું વેચાણ કરી રહ્યા છે. 

આ સૂકી ભેળની બનાવટમાં મમરા અને પૌઆની અંદર ફક્ત ધાણા, કાંદા અને લીંંબુ જ નાખવામાં આવે છે. 

સૂકી ભેળ બનાવવા માટે વપરાતા મમરા અને પૌઆની બનાવટ પણ મનુભાઈ પોતાના ઘરે જ કરે છે.

તેઓ પ્રતિ દિન 10 કિલોથી વધારે સૂકી ભેળનું વેચાણ કરે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

મનુભાઈ સાંજે 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી તેમની લારી ચલાવે છે.

અહીંની સૂકી ભેળ ખાવા માટે લોકોની ભારે લાઈન લાગે છે.

અહીં મળતી સૂકી ભેળની કિંમત માત્રને માત્ર 20 રૂપિયા છે. 

આ સૂકી ભેળના NRI પણ દીવાના છે.

NRI લોકો જ્યારે નવસારી ફરવા આવતા હોય છે, ત્યારે આ સ્થળની ભેળ અચૂક ખાવા આવે છે. 

આ ઉપરાંત મનુભાઈની સૂકી ભેળનું પાર્સલ વિદેશમાં પણ મોકલવામાં આવે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...