કંપનીને મળ્યો 100 કરોડ રૂપિયાનો ઓર્ડર, શેર પર રાખજો ચાંપતી નજર

NBCC (ઇન્ડિયા) લિમિટેડે 24 જૂને જાહેરાત કરી હતી કે તેને હૈદરાબાદમાં કુલ રૂ. 100 કરોડનો પ્રોજેક્ટ મળ્યો છે.

કંપનીના જણાવ્યા મુજબ તેને હૈદરાબાદમાં REC ઇન્સ્ટિટ્યૂટ ઑફ પાવર મેનેજમેન્ટ ટ્રેનિંગની હાલની ઇમારતોનું નવીનીકરણ કરવા અને નવું તાલીમ કેન્દ્ર બનાવવા માટે પ્રોજેક્ટ મળ્યો છે.

REC Institute of Power Management Training (RECIPMT) પાસે હૈદરાબાદમાં 14 એકર જમીન છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપનીએ જણાવ્યું હતું કે આ કાર્ય પૂર્ણ કરવાની સાથે, NBCC જૂની ઇમારતોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરશે અને તેને સંસ્થામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે નવી માળખાકીય સુવિધાઓ વિકસાવશે.

રૂ. 100 કરોડના કુલ પ્રોજેક્ટ ખર્ચમાંથી રૂ. 60 કરોડનો ઉપયોગ નવા પ્રશિક્ષણ કેન્દ્ર, હોસ્ટેલ, વર્ગખંડો, ઓડિટોરિયમ, રસોડું/ જમવાની સુવિધા, સમગ્ર કેમ્પસના લેન્ડસ્કેપિંગ વગેરે માટે કરવામાં આવશે.

આ પ્રથમ કાર્ય છે જે હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળના PSU દ્વારા વેચનાર તરીકે GeM પોર્ટલ દ્વારા ટેન્ડરમાં ભાગ લઈને જીતવામાં આવ્યું છે.

NBCC એ ક્વોલિટી કોસ્ટ બેઝ્ડ સિસ્ટમ (QCBS) પદ્ધતિ પર GeM દ્વારા અન્ય બિડર્સ સાથે સ્પર્ધા કર્યા પછી ઉચ્ચ ગુણ મેળવીને આ ટેન્ડર જીત્યું છે.

સોમવારે કંપનીનો શેર 1.61 ટકાના ઘટાડા સાથે રૂ. 163.40 પર બંધ થયો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 173 રૂપિયા છે અને છેલ્લા એક વર્ષમાં શેરમાં 173 ટકાનો વધારો જોવા મળ્યો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.