સરકારી કંપની NBCC india Ltdને ગોવા સરકાર 1,726 કરોડ રૂપિયાનું કામ આપ્યુ છે.
ઓર્ડર મળ્યા બાદ લાંબા સમયથી સુસ્ત પહેલા NBCC india Ltdના શેરોમાં તેજી જોવા મળી છે.
આ પ્રોજેક્ટ હેઠળ સરકારે ગેરેજ, પણજીમાં સર્કિટ હાઉસ, સરકારી ક્વાર્ટર અને મિની કન્વેનશ સેન્ટરના રિડેવલપમેન્ટનું કામ સામેલ છે.
ગત સપ્તાહમાં જ NBCC india Ltdને 168 રૂપિયાનું કામ મળ્યું હતુ.
NBCC india Ltdના શેર આજે સોમવારના રોજ 6 ટકાથી વધારે તેજીની સાથે 93.30 રૂપિયાના ભાવ પર બંધ થયા છે.
ગત એક વર્ષમાં NBCC india Ltdએ તેના રોકાણકારોને 100 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે.
જ્યારે, એક મહિનામાં આ શેર 21 ટકાથી વધારે તૂટી ગયા છે. કંપનીની માર્કેટ કેપ 25,191 કરોડ રૂપિયા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.