ડાયાબિટીસ એવો કેસ છે કે જેને શરુઆતમાં ઓળખવો ઘણાં માટે મુશ્કેલ હોય છે.
આવામાં કેટલાક લક્ષણોના આધારે તેને ઓળખવામાં મદદ મળી શકે છે.
ડાયાબિટીસ ગંભીર રોગ છે જે લોહીમાં રહેલા સુગર લેવલને અસર કરે છે. જે તમામ ઉંમરના લોકોને અસર કરી શકે છે
અહીં તમને રાત્રે દેખાતા ડાયાબિટીસના કેટલાક સામાન્ય લક્ષણો જણાવીશું, જેને તમે સમય પહેલા ઓળખી શકો છો.
રાત્રે વારંવાર પેશાબ આવવો, જેને નૉક્ટ્યૂરિયા કહે છે, જે બ્લડ સુગર વધવાના સંકેત છે.
હાઈ બ્લડ શુગર લેવલ ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે, જેના લીધે રાત્રે પણ વધુ તરસ લાગે છે.
ખરાબ બ્લડ ફ્લો અને નસોને નુકસાન થવાથી હાથ અને પગમાં કળતર, નિષ્ક્રિયતા અથવા દુખાવો થાય છે.
સુગર લેવલ ઘટવાને કારણે શરીરમાં હાઈપોગ્લાયસીમિયા થઈ શકે છે, જેના કારણે રાત્રે પરસેવો થઈ શકે છે.
આમાંથી કોઈ લક્ષણનો અનુભવ થાય, તો તરત જ ડૉક્ટરની મુલાકાત લઈને તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)