BSEનો નવો નિયમ! 9 ઓક્ટેબરથી શેરબજારમાં નહીં મળે આ સુવિધા
BSEએ જણાવ્યું કે, 9 ઓક્ટોબરથી ઈક્વિટી કેશ અને ડેરિવેટિવ સેગમેન્ટ, કરેન્સી સેગમેન્ટ અને કમોડિટી ડેરિવેટિવમાં બજારની સ્થિતિની સાથે સ્ટોપ લોસ ઓર્ડર બંધ કરી દેશે.
બીએસઈએ SLM એટલે કે સ્ટોપ લોસ વિથ માર્કેટ કન્ડીશન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
BSEએ એક રીલિઝ દ્વારા કહ્યું કે, ભૂલથી લાગનારા ઓર્ડર પર પ્રતિબંધ લગાવવા માટે ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ, કરન્સી ડેરિવેટિવ અને કમોડિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં સ્ટોપલોસ વિથ માર્કેટ કન્ડીશન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય 9 ઓક્ટોબર 2023થી લાગૂ થશે.
CNBC આવાઝના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલે આ વિશે સમજાવતા કહ્યું કે, SLMના કારણે બજારમાં બહુ જ ઊંચા ભાવે સોદા થઈ રહ્યા હતા.
અનુજ સિંઘલના પ્રમાણે, આવા વિકલ્પોમાં જ્યાં લિક્વિડિટી ઓછી હતી, SLMના કારણે સોદા ઘણા ઊંચા થઈ રહ્યા હતા.
જો કોઈએ ઘણી ઊંચી બિડ લગાવી દીધી છે, તો SLMના કારણે તે પણ સ્વીકાર થઈ જાય છે અને પ્રાઈસમાં અચાનક તેજ ઉછાળો કે પછી ફ્રીક ટ્રેડ જોવા મળે છે.
તેમના પ્રમાણે, હાલમાં સામે આવેલા ફ્રીક ટ્રેડ કોઈ સિસ્ટમ કે ટ્રેડની ભૂલના કારણે નથી થયા, પરંતુ માત્ર SLMના કારણે જોવા મળ્યા.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.