1 ફેબ્રુઆરીથી લાગૂ થઈ ગયા નવા નિયમ, ન ખબર હોય તો જાણી લેજો

નાણામંત્રી નિર્મલા સિતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ અંતરિમ બજેટ રજૂ કરશે. ઘણા નિષ્ણાતો કહે છે કે તેઓ સરકાર મૂડી ખર્ચમાં વધારો કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

બજેટની સાથે સાથે આવા ઘણા ફેરફારો છે જે 1લી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસ પર પડશે.

1. PFRDAએ જાન્યુઆરીમાં એક મુખ્ય પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં તેણે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ રોકાણ કરાયેલી રકમ ઉપાડવા માટેની માર્ગદર્શિકા જારી કરી હતી.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

નવા નિયમો 1 ફેબ્રુઆરી, 2024થી અમલમાં આવશે. નવા નિયમો જણાવે છે કે આંશિક ઉપાડ માત્ર ચોક્કસ હેતુઓ માટે જ માન્ય છે.

2. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો થયો છે. જોકે, ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

3. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ જાહેરાત કરી છે કે 31 જાન્યુઆરી પછી જારી કરાયેલા અપૂર્ણ (KYC) સાથેના તમામ ફાસ્ટેગને બેંકો દ્વારા નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે.

4. ધન લક્ષ્મી FD સ્કીમ- પંજાબ એન્ડ સિંધ બેંક (PSB)ની સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ (FD) 'ધન લક્ષ્મી 444 દિવસ'ની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2024 હતી.

બેંક સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરનારા રોકાણકારોએ નોંધ લેવી જોઈએ કે આ સ્કીમ 1 ફેબ્રુઆરી, 2024થી ઉપલબ્ધ રહેશે નહીં.

5. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાઓ માટે નિયમો બદલાશે. RBI કહે છે કે હવે તમે લાભાર્થીનું નામ ઉમેર્યા વિના IMPS દ્વારા બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકશો. આ નિયમ 1 ફેબ્રુઆરીથી લાગૂ થઈ ગયા છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.