બ્રિટનમાં ફેલાય રહ્યો છે  કોવિડનો નવો વેરિયન્ટ,  જાણો કેટલો અલગ અને ગંભીર?

કોવિડ-19 હજુ પણ વિશ્વમાંથી સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી.

આજે પણ ઘણા દેશોમાં તેના નવા વેરિઅન્ટ જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં બ્રિટનમાં કોવિડ-19નું નવું સ્વરૂપ જોવા મળ્યું છે.

વૈજ્ઞાનિકોના મતે આ નવું વેરિઅન્ટ JN.1 છે, જે આજકાલ ચર્ચામાં છે.

વૈજ્ઞાનિકોના મતે, આ નવો વેરિઅન્ટ રસીકરણ દ્વારા બનાવવામાં આવેલી રોગપ્રતિકારક શક્તિને પણ છેતરી શકે છે.

આ કોવિડ વેરિઅન્ટ BA.2.86 ના પરિવારમાંથી ઉદ્દભવ્યો છે.

JN.1 વેરિઅન્ટના સ્પાઇક પ્રોટીનમાં 41 મ્યુટેશન થયા છે.

વૈજ્ઞાનિકોના મતે, આ તે પ્રકાર છે જેમાં સૌથી વધુ ફેરફાર જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બ્રિટન સહિત સમગ્ર વિશ્વમાં 3,618 લોકો આ પ્રકારથી પ્રભાવિત છે.