ભંગાર બસોમાંથી બનાવવામાં આવ્યું પિંક ટોયલેટ, ફૂડ કોર્ટ જોઈને તો તમે પણ ચોંકી જશો!

“દરેક મહિલા દરરોજ, સ્વચ્છ અને સ્વસ્થ રહે” ના ઉદ્દેશ્ય સાથે મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રથમ વખત શહેરમાં મહિલાઓ માટે મોબાઈલ પિંક ટોયલેટની સુવિધા પૂરી પાડી છે. 

આ પિંક ટોયલેટમાં મહિલાઓને લગતી તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. આ પહેલું એવું શૌચાલય છે જે ભંગાર બસોમાંથી બનાવવામાં આવ્યું છે અને તેની જાળવણી પણ માત્ર મહિલાઓ જ કરે છે.

ખાસ વાત એ છે કે, પિંક ટોયલેટમાં  ફૂડ કોર્ટ, હાથ ધોવાનું બેસિન, શિશુ સ્તનપાન ખંડ, પશ્ચિમી શૈલીના શૌચાલય, ભારતીય શૈલીના શૌચાલય, સેનેટરી પેડ્સની જોગવાઈ પણ સંપૂર્ણપણે મફત છે. 

સ્વચ્છતાની જવાબદારી સ્વચ્છાંગિની ટીમની મહિલાઓને સોંપવામાં આવી છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ પિંક ટોયલેટ પટના શહેર ખાતે મૂકવામાં આવી છે.

હાલમાં બે પિંક ટોયલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ચાર વધુ બનાવવામાં આવી રહી છે. તમામ ઝોનમાં એક પિંક ટોયલેટ આપવાની યોજના છે. 

આ બસની અંદર ચાર્જિંગ પોઈન્ટની સાથે પંખાની સુવિધા પણ ઉપલબ્ધ હશે.

સાથોસાથ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

હાલ આ પિંક ટોયલેટ બસ પટનાના મરીન ડ્રાઈવ પર મૂકવામાં આવી છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...