આ ટ્રેન આટલી સુસ્ત હોવા છતાય પૂરી દુનિયામાં પ્રખ્યાત છે. તેનું કારણ છે, સુદર રસ્તો, કારણ કે આ ટ્રેનમાં બેસનારા લોકોને સ્ટેશન કરતા રસ્તામાં સફરમાં રસ રહે છે.
અમે વાત કરી રહ્યા છીએ, તમિલનાડુના મેટ્ટૂપાલયમ સ્ટેશનથી ઉટીના ઉદગમંડલ સ્ટેશન સુધી જનાવી નીલગિરી માઉન્ટેન એક્સપ્રેસની.
આ ટ્રેન કેલર, કન્નૂર, વેલિંગટન, લવડેલ અને ઉટાકામુંડ સ્ટેશનો પાર કરે છે અને 5 કલાકમાં 46 કિલોમીટરનું અંતર કાપે છે.
આ ટ્રેન નીલગિરી પહાડની સુદરતામાંથી પસાર થાય છે, જે દ્રશ્યોને નિહાળવા કોઈ રોમાંચથી કમ નથી.
ઘનઘોર જંગલ, ઊંચા પહાડ અને ઝરણાંનો સફર કરાવતી આ ટ્રેન સમયનો અનુભવ થવા નથી દેતી અને સફરમાં 16 સુરંગો સહિત 250થી વધારે પુલો પાર કરે છે.
આ ટ્રેનને અંગ્રેજોના સમયથી ચલાવવામાં આવતી હતી, જેની શરૂઆત 1899માં થઈ હતી. તેનો અર્થ છે કે, આ 125 વર્ષથી ચાલી રહી છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.