કોઈ પરેશાની કે ઝંઝટ નહીં! એક સાઈન પર ખાતામાં આવી જશે લોનના રૂપિયા

તમે હોમ લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન અને ગોલ્ડ લોન વિશે તો સાંભળ્યુ જ હશે. પરંતુ સિગ્નેચર લોન વિશે તો ભાગ્યે જ જાણતા હશો.

આખરે આ કયા પ્રકારની લોન હોય છે, જે બેંક કોઈ વ્યક્તિને હસ્તાક્ષરના બદલે આપી દે છે. તે કયા ગ્રાહકો હોય છે, જેમને બેંક તરફથી સિગ્નેચર લોનની ઓફર મળે છે.

સિગ્નેચર લોનને ગુડ ફેથ લોન કે કેરેક્ટર લોન પણ કહે છે. 

આ પણ એક પ્રકારની પર્સનલ લોન હોય છે, જેને બેંક કોઈ પણ કોલેટરલ વગર આપે છે. 

આ જ કારણ છે કે, આ લોન પર વ્યાજ દર થોડા વધારે હોય છે. જો કે, તેના વ્યાજ દર ક્રેડિટ કાર્ડ જેવી મોંઘી લોનથી તો ઓછા જ હોય છે.

કોઈ પણ સિગ્નેચર લોન ઓફર કર્યા પહેલા ગ્રાહકની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરે છે.

પછી જ્યારે તેમને વિશ્વાસ થઈ જાય છે કે, લોન લેનારા વ્યક્તિની આવક એટલી છે કે, તે સરળતાથી લોન ચૂકવી દેશે. ત્યારે લોનની રકમ આપે છે. 

 ઘણીવાર બેંક એવું કરે છે કે, લોન લેતા વ્યક્તિની સાથે એક ગેરેન્ટર સિગ્નેચર પણ લે છે. 

જો કે, તેમને ત્યારે જ યાદ કરવામાં આવે છે, જ્યારે લોન લેનારો વ્યક્તિ ડિફોલ્ટ કરે છે.

સિગ્નેચર લોન એક પ્રકારની રિવોલ્વિંગ ક્રેડિટની જેમ હોય છે. એક તો આના રૂપિયા જલ્દી ખાતામાં આવી જાય છે.

બીજું કે એકવાર આ લોન ચૂકવ્યા બાદ તમે બીજી લોન પણ તમારી જરૂરિયાતના હિસાબથી લઈ શકો છો.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.