આ દિવસે દેવતાઓના વૈદ્ય કહેવાતા ભગવાન ધન્વંતરિની પૂજા કરવાનું વિધાન છે. એની સાથે જ ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મીની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે.
ગુજરાતી કેલેન્ડર અનુસાર કારતક સુદથી નવા વર્ષની શરૂઆત થાય છે. તેથી આ દિવસે ગુજરાતી નવા વર્ષનું ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસે ઉત્તર ભારતમાં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજા એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉપાડીને ઈન્દ્રનું અભિમાન તોડ્યું હતું.
બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્યની કામના સાથે ભાઈ બીજના તહેવારની ઉજવણી કરે છે.
છઠનો મહાન તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ચાર દિવસ ઉજવવામાં આવે છે.
દેવ દિવાળીનો તહેવાર કારતક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે કાશીના ઘાટ પર હજારો દીવા પ્રગટાવવામાં આવે છે.