30 જૂન સુધી જે લોકોએ પાન-આધાર લિંક કરાવ્યું નથી, તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું છે.
જો કે, પાન નિષ્ક્રિય થઈ ગયું છે, તો પણ કેટલાક નાણાકીય ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
જો કે, આ ટ્રાન્ઝેક્શનમાં ટીડીએસ (TDS) અને ટીસીએસ (TCS) કપાત વધારે થઈ જશે.
નિષ્ક્રિય પાન કાર્ડથી કરી શકો છો આ 9 ટ્રાન્ઝેક્શન-
1. એફડી અને આરડીથી મળનારું વાર્ષિક વ્યાજ 40 હજાર રૂપિયા અને સીનિયર સિટીઝન માટે 50 હજાર રૂપિયા સુધી લઈ શકાય છે.
2. એક નાણાકીય વર્ષમાં કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડથી 5 હજાર રૂપિયાથી વધારેનું ડિવિડન્ડ પણ લઈ શકાય છે.
3. જો વેચાણ કિંમત અથવા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્ય પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 50 લાખથી વધુ હોય તો સ્થાવર મિલકતનું વેચાણ કરવું.
4. 10 લાખ રૂપિયાથી વધારે કિંમતની કાર ખરીદવી, 5. મકાનમાલિકને દર મહિને 50,000 રૂપિયાથી વધુ ભાડું ચૂકવવું.
6. જો કોઈ ટ્રાન્ઝેક્શન 50 લાખ રૂપિયાથી વધારે હોય તો તમે સામાન અને સેવા વેચી શકો છો.
7. EPF એકાઉન્ટમાંથી 50 હજારથી વધારે રૂપિયા નીકાળવા, 8. કોન્ટ્રેક્ટ કાર્યો માટે 30 હજાર કે 1 લાખથી વધારેનું પેમેન્ટ કરવું,
9. 15,000 રૂપિયાથી વધુનું કમિશન અથવા બ્રોકરેજ ચૂકવવું.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.