તગડી કમાણી કરવી હોય તો આ રિયલ્ટી સ્ટોક પર લગાવો દાવ

જો તમે પણ અર્નિંગ શેરમાં પૈસાનું રોકાણ કરવા માંગો છો, તો તમે રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપની સોભા લિમિટેડના શેરમાં રોકાણ કરી શકો છો.

ગત એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને 257 ટકા વળતર આપ્યું છે.

બ્રોકરેજ ફર્મ નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે પણ રોકાણકારોને આ શેરમાં નાણાં રોકવાની સલાહ આપી છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

બ્રોકરેજ ફર્મ, નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે સોભા લિમિટેડના શેર પર તેનું 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે, પરંતુ સ્ટોકનો લક્ષ્યાંક વધારીને રૂ. 1876 કર્યો છે.

બ્રોકરેજ કહે છે, “નાણાકીય વર્ષ 2024માં શ્રેષ્ઠ પ્રી-સેલ હાંસલ કરવામાં આવ્યું છે. પ્રી-સેલ્સનું મૂલ્ય રૂ. 6640 કરોડ અંદાજવામાં આવ્યું હતું, જે વાર્ષિક ધોરણે 28 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

બ્રોકરેજ કહે છે કે નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં સોભા લિમિટેડનું એકંદર વેચાણ મૂલ્ય રૂ. 1500 કરોડ રહ્યું છે, જે વાર્ષિક ધોરણે 3 ટકા વધુ છે, જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં 23 ટકાનો ઘટાડો થયો છે.

એક વર્ષ પહેલા સોભા લિમિટેડના શેરનો ભાવ રૂ. 461.50 હતો. હવે તે 257 ટકા વધીને 1650 રૂપિયા થઈ ગયો છે.

જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી તેનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો આજે તેના રોકાણની કિંમત રૂ. 357,529 થઈ ગઈ છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.