આ મહિલાએ ટેરેસ પર બનાવી દીધું ગાર્ડન

રાજપીપળાના મહાવિદ્યાલય રોડ પર રહેતા ભાવનાબેન પટેલે પોતાના ઘાબા પર જ ગાર્ડન બનાવ્યું છે, જે હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ભાવનાબેને કોઈ ફાર્મિંગનું ભણ્યા નથી કે, આ અંગે કોઈ તાલીમ લીધી નથી. 

ભાવનાબેને ફૂલ છોડ ઉગાડવાના શોખથી ધાબા પર નાના રોપા વાવ્યા હતા. 

રંગબેરંગી ફૂલોથી લઈને શાકભાજી પણ ભાવનાબેન  ધાબા પર ઉગાડે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેઓ ન કોઈ કલમી છોડ કે, ન કોઈ રાસાયણિક ખાતર વાપરે છે.

પાંદડા અને થડ માંથી રોપ બનાવી ઘરની વેસ્ટ વસ્તુમાં માટી ભરી આખું ગાર્ડન બનાવ્યું છે.

ભાવનાબેને ગાર્ડન બનાવવા માટે વધારે રૂપિયા ન ખર્ચતા ઘરના સામાનનો જ વધારે ઉપયોગ કર્યો છે. 

ભાવનાબેને તેલના ડબ્બો ખાલી થાય કે કેન, પાણીના બોટલ હોય કે કોલ્ડ્રિંગ્સના બોટલ, ઘરના કુકર સહિત

તપેલા જે ખરાબ થયા હોય કે, કાંણા થયા હોય આ સાથે પેન્ટ, પર્સ ફાટી ગયા હોય તે તમામ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને કુંડા બનાવ્યા છે.

ભાવનાબેન પટેલના ટેરેસ ગાર્ડનને જોવા મોટી સંખ્યામાં સાગા સબંધીઓ આવે છે, જરૂર પડે સલાહ પણ લે છે. 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા