OMG: ધરતીના ફૂલ કહેવાતું શાક 1000 રુપિયે કિલો છતાં ખરીદવા પડાપડી

થોડા મહિના પહેલા ટમેટાની કિંમત 250 રુપિયાને પાર ગઈ હતી તો દેશમાં હાહાકાર મચી ગયો હતો.

સ્થિતિ એવી બની ગઈ હતી કે ઘણાં લોકોએ તો ટમેટા ખાવાનું જ બંધ કરી દીધું હતું.

જોકે હવે ધરતીના ફૂલ કહેવાતું આ શાક ટમેટા કરતાં 4 ગણું મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે, છતાં લોકો ખરીદવા પડાપડી કરી રહ્યા છે.

પણ આખરે એવું તો શું છે આ ધરતીના ફૂલમાં કે લોકો મોંઘુ હોવા છતાં ધોમ ખરીદી કરી રહ્યા છે.

ધરતીના ફૂલ હકીકતમાં એક પ્રકારના મશરુમ કે ફંગસ છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ પૌષ્ટિક પણ છે.

તેનું શાક બનાવતાં પહેલાં તેને ખૂબ જ છૂટ પાણીએ ધોવામાં આવે છે અને પછી તેના નાના નાના ટુકડાં કરવામાં આવે છે.

તેનું શાક ખાવામાં ખૂબ ચટાકેદાર લાગે છે સાથે સાથે તેમાં વિટામીન્સની ભરમાર હોય છે.

હાલ જે ફૂલ જમીન ખોદીને મેળવવામાં આવે છે તે ખૂબ જ ફૂલેલા અને સ્વાદિષ્ટ હોય છે.

મહત્વનું છે કે તે પ્રાકૃતિક રીતે ઉગતાં ફૂલ છે. તેવામાં તેને મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.