સામાન્ય રીતે લોકો ડુંગળી કાપતી વખતે આંસુ વહાવે છે, પરંતુ હવે સામાન્ય લોકોએ ડુંગળી ખરીદતા પહેલા વિચારવું પડશે.
ચૂંટણી બાદ ડુંગળીના ભાવમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે
ભાવમાં વધારો થવાના કારણે પાછલા વર્ષે આ ગાળામાં ડુંગળીનું વેચાણ થયું હતું તેના કરતા આ વર્ષે ઓછું થયું છે.
હવે છૂટક ડુંગળીના ભાવમાં વધારાએ ફરી સરકારની સાથે સામાન્ય જનતા માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.
દેશના સૌથી મોટા બજાર તાજપુરની બિહાર મંડીમાં 12 ઓગસ્ટે 2 ટન ડુંગળીની કિંમત 3000 રૂપિયા હતી, હવે તેની કિંમત 3500 રૂપિયા થઈ ગઈ છે.
10 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં ડુંગળીની લઘુત્તમ બજાર કિંમત 1189 રૂપિયા ક્વિન્ટલ અને મહત્તમ બજાર કિંમત 3299 રૂપિયા ક્વિન્ટલ છે.
બટાકા જુલાઈની શરૂઆતમાં 20-25 રૂપિયા પ્રતિ કિલો હતા, જે હવે 35થી 40 રૂપિયા થઈ ગયા છે. તે જ સમયે, વધુ સારી ક્વોલિટિના બટાકાની કિંમત વધીને 45 રૂપિયા પ્રતિ કિલો થઈ છે.
અમદાવાદની વાત કરીએ તો છૂટક બજારમાં ડૂંગળી 50 રૂપિયાની દોઢ કિલો જ્યારે બટાકા 50ના બે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
વિસ્તાર પ્રમાણે બટાકા અને ડુંગળીના ભાવમાં 5થી 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.