આ ભાઈએ જણાવ્યા દૂધાળા પશુઓને ખુલ્લા વાડામાં રાખવાના ફાયદા, જાણી લો ફટાફટ

ડીસા તાલુકાના કાંટ ગામના પશુપાલક હિતેશભાઈ ચૌધરી પોતાના તમામ પશુઓને એક ખુલ્લા વાડામાં રાખે છે.

પ્લાસ્ટરવાળા તબેલામાં પશુઓને બાંધી રાખવાથી પશુઓને આંચળને લગતી બીમારી આવવાની સમસ્યામાં વધારો થાય છે. 

આવા શેડમાં પશુઓ તણાવમાં આવી જાય છે. 

પ્લાસ્ટરવાળા તબેલામાં પશુઓને ખરની સમસ્યા પણ વધી જતી હોય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ઉપરાંત, દૂધાળા પશુઓ બચ્ચાને જનમ આપે, તે પછી પાચનતંત્રની સમસ્યા પણ ખૂબ જ વધી જાય છે.

પશુઓનું છાણ તેમના પગ ઉપર ચોંટી જતું હોવાથી, પશુઓની સ્કિન ખરાબ થઈ જાય છે.

તેમજ પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં પણ ખૂબ જ ઘટાડો થાય છે.

જ્યારે પશુઓને ખુલ્લામામં વાડામાં રાખવામાં આવે, ત્યારે પશુઓ મુક્ત રીતે હરી ફરી શકે છે, તેમને આંચળની બીમારી પણ થતી નથી.

આગળ જણાવેલી તમામ સમસ્યાથી તેમને છૂટકારો મળે છે.

આ કારણોસર પશુપાલક પશુઓને ખુલ્લા વાડામાં રાખવાની સલાહ આપી રહ્યા છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...