જીભ પર આવા લક્ષણો દેખાય તો સાવધાન, થઈ શકે છે મોઢાનું કેન્સર
મોઢાના કેન્સરના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને સ્ક્વામસ સેલ કાર્સિનોમા એ ચહેરાના ભાગ પર થતા કેન્સરનો એક પ્રકાર છે, જે ઘણા લોકોને અસર કરે છે.
મોઢાનું કેન્સર જીભ, તાળવું, જીભની નીચે, ગાલની અંદર, હોઠ, પેઢા કે મોઢામાં ગમે ત્યાં થઈ અને વધી શકે છે.
મોઢાના કેન્સરના કારણોમાં ધુમ્રપાન, દારૂ પીવો, મસાલા, હળદર, તમાકુનું સેવન, વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવું, વારસાગત કેન્સર, દાંતનો સડો, ખૂબ તીક્ષ્ણ દાંતનો સંપર્ક વગેરે છે.
જીભ પર કોઈપણ ચિહ્નો અને લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મોઢાના કેન્સરના લક્ષણોની વાત કરીએ તો લાંબા સમય સુધી ઉધરસ. ગળવામાં, બોલવામાં અથવા ચાવવામાં મુશ્કેલી. જડબા અથવા જીભને ખસેડવામાં મુશ્કેલી,
MORE
NEWS...
કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી
સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...
ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક
ગળું અથવા મોંમાં દુખાવો જેવી કોઈ બાબતો ધ્યાનમાં આવે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
જડબાની અંદરના ભાગમાં સફેદ અથવા લાલ ધબ્બા, અવાજમાં ફેરફાર, જેમ કે કર્કશતા. ગળું દબાઈ રહ્યું હોય એવી લાગણી, ચહેરાની નિષ્ક્રિયતા,જડબા અથવા ગરદન પર સોજો, નાકમાંથી વારંવાર રક્તસ્ત્રાવ થવો પણ આના લક્ષણો છે.
આનાથી બચવા માટે દિવસમાં બે વાર નિયમિતપણે બ્રશ કરવું જોઈએ. ગુટખા તથા તમાકુના ઉત્પાદનોનું સેવન બંધ કરી દેવું જોઈએ.
સાથોસાથ સંતુલિત આહાર ખાવો જોઈએ. વધુ પડતા સૂર્યપ્રકાશથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. વર્ષમાં ઓછામાં ઓછા બે વાર ડેન્ટિસ્ટ પાસે તમારા મોં અને દાંતની તપાસ કરાવવી જોઈએ.
કેન્સર સામે લડવા માટે નિવારણ એ શ્રેષ્ઠ વ્યૂહરચના છે. જો મોઢામાં કોઈ ચાંદા કે અલ્સર હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
તાજા ફળો અને રંગબેરંગી શાકભાજી પુષ્કળ ખાઓ. આ ખાદ્યપદાર્થો શરીરમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ વધારે છે.
એન્ટિઓક્સિડન્ટ્સ અન્ય રોગોની વચ્ચે મોઢાના કેન્સરના જોખમને ઘણી હદ સુધી ઘટાડે છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...