આ ATM માં પૈસા નહીં મળશે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ

ભારતને ડિજિટલ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે સરકાર અથાક પ્રયત્ન કરી રહી છે. 

ભારત દેશને એક ખેતીપ્રધાન દેશ માનવામાં આવે છે. 

ખેડૂતોને જો નવી ટેક્નોલોજીથી પરિચિત કરાવવામાં આવે તો ખેડૂતો પણ આર્થિક રીતે સમૃદ્ધ બની શકે છે.

ઝાડેશ્વર ગામમાં ખેડૂતોની ગૌ એકતા એગ્રી ઓર્ગેનિક સંસ્થા દ્વારા અનોખું ATM મશીન ઊભું કરવામાં આવ્યું છે. 

અહીં ATM થકી ગ્રાહકોને રોજબરોજની જરૂરીયાતની ચીજ-વસ્તુઓ તેમજ ખેડૂતોની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સરળતાથી મળી રહે છે. 

લોકો આ ATMનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.

ઝાડેશ્વર ગામનું અનોખું ATM 24 કલાક ચાલુ રહે છે. ઝાડેશ્વર ગામમાં આવેલા સાંઈ મંદિરની નજીક આ ATM કાર્યરત કરવામાં આવ્યું છે. 

ATM થકી ઓનલાઇન પેમેન્ટ કરતા જરૂરી સામગ્રી જેવી કે, દૂધ, પાણી, ઘી, દહીં અને છાશ સહિતની સામગ્રીઓ મળી રહે છે.

આખા ગુજરાતના ભરૂચ જિલ્લામાં જ આ પ્રકારનું ATM મશીન કાર્યરત કરાયું છે. 

ખેડૂત અગ્રણી જણાવ્યું છે કે, ATM મશીન પ્રોજેક્ટ સફળ થયાના કારણે, આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના અન્ય સ્થળોએ આવા ATMનું નિર્માણ કરવામાં આવશે.

દુકાનો ઉપર ખરીદી માટે જેટલો સમય લાગતો હોય છે, તેના કરતાં પણ ઓછો સમય ATM મશીનમાં થાય છે અને ખેડૂતોનું ઓર્ગેનિક પ્રોડક્ટ ગ્રાહકોને સીધું મળી રહે છે. 

જેના કારણે ATM પ્રોજેક્ટ ગ્રાહકો માટે આર્શીવાદરૂપ હોવાનું પણ ગ્રાહકો જણાવી રહ્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો