ખરતા વાળને રોકવા માટે આ એક જ હેર પેક છે પરફેક્ટ

ચોમાસામાં વાળની વધુ કાળજી રાખવી પડે છે.

ચોમાસામાં હેર ફોલ, ખોડો અને રફ હેર જલદી થઇ જાય છે.

આ હોમમેડ હેર પેક વાળની તમામ સમસ્યામાંથી છૂટકારો આપશે.

આ માટે તમારે દહીં, આંબળાનો પાવડર, મેથી પાવડર, મીઠા લીમડાના પાન જોઇશે.

આ હેર પેક બનાવવા માટે દરેક વસ્તુઓમાં પાણી નાંખીને રાત પલાળી રાખો.

ત્યારબાદ સવારમાં ઉઠીને વાસણમાં કાઢી લો.

મિક્સર જાર લો અને એમાં આ વસ્તુઓ લઇ લો. જરૂર લાગે તો પાણી એડ કરી શકો છો.

તો તૈયાર છે તમારો મોનસુન હેર પેક.

આ હેર પેકમાં તમે વિટામીન ઇની ટેબલેટ મિક્સ કરી શકો છો.

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી