વર્લ્ડકપ જોવા માટે પાકિસ્તાનનાં 'ચાચા ક્રિકેટે' પોતાનું ઘર વેચી દીધું

Producer: Peuli Bakshi

પાકિસ્તાનના 73 વર્ષીય ચૌધરી અબ્દુલ જલીલને ગજબનાં ક્રિકેટ ફેન હોવાને કારણે 'ચાચા ક્રિકેટ'નું બિરુદ મળ્યું છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટેકો આપવા માટે તેમણે વિશ્વના દરેક ખૂણે પ્રવાસ કર્યો છે, અને ખેલાડીઓની ત્રણ પેઢીઓને રમતા જોઇ છે.

વિશ્વના અનેક ભાગોમાં અસંખ્ય સ્ટેડિયમોમાં 500 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમણે હાજરી આપી છે.

1969માં લાહોર સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની મેચ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ જોવા મળી હતી. તે સમયે તે 19 વર્ષનાં હતા

MORE  NEWS...

રોહિતની બોલિંગમાં 11 ગજબ બેટ્સમેનો થઈ ચૂક્યા છે આઉટ, નામ તો જુઓ

તમારા ફેવરિટ 5 ક્રિકેટરોનો છેલ્લો વર્લ્ડકપ હશે, કોઈ તો નિવૃત્તિ લઈ લેશે

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ભાભીઓ પણ છે સુંદર, જુઓ 10 તસવીરો

જો કે, 1973 થી 1993 સુધી, તે ક્રિકેટથી અળગા રહ્યા, કારણ કે તેઓ અબુ ધાબીના વોટર-પમ્પિંગ સ્ટેશનમાં સહાયક ફોરમેન તરીકે કામ કરતાં હતા

1994 માં આ ક્રિકેટ ફેન પાછા ફર્યા, શારજાહ ખાતે ઓસ્ટ્રેલિયન-એશિયા કપમાં તેમનાં ઉત્સાહે લોકોનાં દિલ જીતી લીધા.

1996માં, પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના 'ચાચા ક્રિકેટ' પ્રત્યેના પ્રેમને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તેઓને ટીમ માટે સત્તાવાર ચીયરલીડર બનવાની ઓફર કરી.

જો કે, પીસીબીના સભ્યોમાં ફેરફાર થયા પછી, પ્રવાસી ચીયરલીડર કોન્સેપ્ટને તેમનો ટેકો મળ્યો નથી. પણ એના કરને ચાચા અટક્યાં નથી. 

1986માં, શારજાહ સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં, જાવેદ મિયાંદાદની મેચ-વિનિંગ સિક્સર વખતે તેમની પ્રતિક્રિયા ટીવી પર આવી અને તે લોકપ્રિય થઈ ગયા. પછી, તેમણે સ્ટેડિયમમાં કોઈપણ મેચ ગુમાવી નથી

1999 માં, જ્યારે PCB અને બીજા બધાએ તેમને સ્પોન્સર કરવાનો ઇનકાર કર્યો ત્યારે વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ જવા માટે ચાચાએ પોતાનું સિયાલકોટનું ઘર 15 લાખ પાક રૂપિયામાં વેચી દીધું હતું.

તેમણે કહ્યું હતું કે તે એક બલિદાન છે જે તે તેના દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન માટે આપવા  તૈયાર છે. ક્રિકેટ પ્રત્યેની તેમની અપ્રતિમ નિષ્ઠા અદભૂત છે.

MORE  NEWS...

રોહિતની બોલિંગમાં 11 ગજબ બેટ્સમેનો થઈ ચૂક્યા છે આઉટ, નામ તો જુઓ

તમારા ફેવરિટ 5 ક્રિકેટરોનો છેલ્લો વર્લ્ડકપ હશે, કોઈ તો નિવૃત્તિ લઈ લેશે

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ભાભીઓ પણ છે સુંદર, જુઓ 10 તસવીરો