શિક્ષકની નોકરી છોડી ખોલી ટેટૂની દુકાન, કમાણી જાણીને ચોંકી જશો!

આજના યુગમાં મોટાભાગના યુવાનો ભણી ગણી સારી નોકરીની શોધમાં દોડતા હોય છે.

યુવાનો સારી નોકરી પ્રાપ્ત કરવાની દોટમાં સર્જનાત્મકતાને ભૂલી રહ્યા છે.

તો બીજી બાજુ જૂજ યુવાનોએ નોકરીનો રસ્તો છોડી, પોતાની સર્જનાત્મકતાને આધારે નસીબ અજમાવવાનું પસંદ કર્યું છે.

પોતાની સર્જનાત્મક કળાને ઓળખી બનાસકાંઠાના દિયોદર તાલુકાના અશોક સુથારે નોકરી છોડી ટેટૂ શોપ ખોલી છે.

તેમની પાસે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લોકો ટેટુ દોરાવા આવે છે.

દિયોદર તાલુકાના નેસડી કોતરવાડા ગામના વતની અશોક પાલનપુરમાં ટેટૂની દુકાન ચલાવે છે. 

કળાના શોખીન એવા અશોકભાઈએ પોતાની નોકરી છોડીને પોતાના પેશનને ફોલો કરવાનું પસંદ કર્યું છે. 

અશોકભાઈ સુથાર Ptcનો અભ્યાસ કરી શિક્ષક તરીકે જોડાયા હતા. 

તેઓને નાનપણથી જ ચિત્ર દોરવાનો ખૂબ શોખ હતો.

ચિત્રકામમાં પોતાની રૂચિને ધ્યાને લઈ તેઓએ પોતાની શિક્ષકની નોકરી છોડી અને 2011માં ટશન ટેટુ શોપ શરૂ કરી હતી.

આજે લોકો બનાસકાંઠા સહિત ગુજરાતભરથી અહીં ટેટૂ કરાવવા આવે છે.

અશોકભાઈની ટેટૂ શોપમાં ટેટૂની અધધ વેરાઈટી છે. 

તેઓની શોપમાં કસ્ટમાઈઝ ટેટૂ, આર્મ બેન્ડ ટેટૂ, દેવી - દેવતાના ફોટોગ્રાફ્સ વાળા ટેટૂ, માતા પિતાના ફોટો વાળા ટેટુ, ટ્રાયબલ ટેટૂ, માવરી ટેટૂ હાલ હોટ ફેવરિટ છે. 

લોકો આ પ્રકારના ટેટૂ વધારે પસંદ કરી રહ્યા છે.

અશોકભાઈએ પોતાની કળાને માત્ર દુકાન પૂરતી સીમિત રાખી નથી. અશોકભાઈ અત્યાર સુધી અનેક આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લઈ ચૂક્યા છે. 

પુણે ખાતે, દિલ્હી ખાતે અને દમણ ખાતે આર્ટ ફેસ્ટિવલ યોજાયો હતો, તેમાં અશોકભાઈએ પણ ભાગ લીધો હતો અને પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું.

ટશન ટેટૂ શોપમાં દિવસના 15થી વધુ લોકો ટેટૂ કરાવવા આવે છે. 

અશોકભાઈ ગ્રાહકો ઇચ્છે તેવા ટેટુ સંતોષકારક રીતે કરી આપે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો