આ ફૂલો ડાયાબિટીસને દૂર કરવા માટે છે વરદાન સમાન 

કેસુડાના ફૂલો ખૂબ જ સુંદર હોય છે. આ ફૂલોમાં આરોગ્યનો ખજાનો છુપાયેલો છે

કેસુડાના ફૂલ, પાન, મૂળ, દાંડી, છાલ તમામ રોગોમાં વપરાય છે.

તેને ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ (Flame of The Forest)પણ કહેવામાં આવે છે. આ ફૂલોને આયુર્વેદમાં શક્તિશાળી ઔષધી માનવામાં આવે છે

કેસુડાના છોડ સમગ્ર ભારતમાં જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ વરદાન સમાન છે.

ડાયાબિટીસ એક સાયલન્ટ કિલર રોગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તે વિશ્વમાં એક મોટા ખતરા તરીકે સામે આવ્યું છે.

ચિંતાજનક વાત એ છે કે, આ રોગનો કોઇ ઉપાય નથી. ડાયાબિટીસના દર્દીઓને દવાઓ પર આધાર રાખવો પડે છે

તમે આયુર્વેદિક દવાઓથી ઘણી હદ સુધી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકો છો.

MORE  NEWS...

પ્રકૃતિનું વરદાન છે આ દુર્લભ ઔષધિ, પાંદડામાં એન્ટિબાયોટિક ગુણ

તમે જે કેળા ખાવ છો તે પાવડરથી તો પકવેલા નથી ને? આ રીતે કરો ચેક

આ ફૂલોમાં ગ્લુકોસાઇડ, બ્યુટ્રીન, આઇસોબ્યુટ્રીન જેવા રાસાયણિક તત્વો હોય છે.

આમાં એન્ટિહાઇપરગ્લાયકેમિક ગુણ સૌથી વધુ જોવા મળે છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

કેસુડાની છાલ લોહીને શુદ્ધ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. તે અંદરથી લોહીને સાફ કરે છે.

કેસૂડાના ફૂલો અને પાંદડામાંથી તમે ઘરે જ પાવડર બનાવી શકો છો. જો તમે ઈચ્છો તો તેનો ઉકાળો પણ બનાવી શકો છો.

આ માટે પાઉડરને 2 કપ પાણીમાં ઉકાળો. ત્યાર બાદ  ફૂલોને સાફ કરીને તેમાં ઉમેરો. આ પાણીને આખી રાત રાખો

આ પાણીને સવારે ગાળીને ખાલી પેટ પીવો. ટૂંક સમયમાં તમને ઘણી બીમારીઓથી રાહત મળશે.

MORE  NEWS...

પેશાબ, પથરી અને ડાયાબિટીસની બીમારી માટેનો રામબાણ ઈલાજ

શિયા બટર+કોકોનટ ઓઇલમાંથી વિન્ટર ક્રીમ બનાવો, હાથ-પગની સ્કિન માખણ જેવી મુલાયમ થશે