પપૈયા સાથે ભૂલથી ના ખાતા આ વસ્તુઓ, બની શકે છે ઝેર સમાન

પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તેને ખાતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે.

પપૈયામાં લીંબુનો રસ ક્યારેય ભેળવવો જોઈએ નહીં. આનાથી એનિમિયા અને હિમોગ્લોબિનમાં અસંતુલનનું કારણ બને છે.

પપૈયાની તાસીર ગરમ હોય છે જ્યારે દહીંની તાસીર ઠંડી હોય છે. એટલા માટે પપૈયુ ખાધા પછી તરત જ દહીં ખાવાનું ટાળવું જોઈએ.

પપૈયુ ખાધા પછી એક કે બે કલાક પછી જ દહીંનું સેવન કરો. ઠંડી અને ગરમીનું આ મિશ્રણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

નારંગી પણ લીંબુની જેમ ખાટી હોય છે. ફ્રૂટ સલાડમાં નારંગી અને પપૈયું એકસાથે ન ખાવું જોઈએ.

કિવીની સાથે પપૈયાનું સેવન ન કરવું જોઈએ. કિવી પણ ખાટી છે જે નુકસાન પહોંચાડી શકે છે.

જો તમારે શરીરને પૂરતું પોષણ આપવું હોય તો એક વાટકી પપૈયાનું સેવન પૂરતું માનવામાં આવે છે.

પપૈયામાં પેપેઈન નામનું એન્ઝાઇમ જોવા મળે છે. જેના કારણે એલર્જી, સોજો, ચક્કર, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પપૈયામાં ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન સી, એ, ઇ, બી, મિનરલ્સ, પ્રોટીન અને ડાયેટરી ફાઇબર જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે.

તેમાં આલ્ફા, બીટા, કેરોટીન અને લ્યુટીન નામના એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)