ખેતી તો આ જ કરાય! 1 લાખના ખર્ચમાં 8 લાખનો ફાયદો

આપણો દેશ ખેતી પ્રધાન છે, જોકે આજે પણ ઘણા ખેડૂતોને સારી કમાણી માટે સંઘર્ષ કરવો પડે છે.

તેવામાં આજે એક એવી ખેતીનો આઈડિયા લાવ્યા છે જેમાં ખેડૂતોને કમાણી થઈ શકે છે.

આ ખેતી એટલે પરવળની ખેતી, આ એવું શાક છે જે મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે.

પરવળની ખેતીમાં ખર્ચ ઓછો અને કમાણી અનેક ગણી છે. એકવાર તેની ખેતી કરીને 9 મહિના પાક લઈ શકો છો.

આ જ કારણ છે કે પરવળની ખેતી કરતાં ખેડૂતોની આવક ડબલ થઈ જાય છે.

પૂર્ણિયાના આવા એક ખેડૂતને પરવળની ખેતી ખૂબ જ ફળી છે. તેઓ પોતાના ખેતરમાં 8 પ્રકારના પરવળ ઉગાડે છે.

તેઓ 2013થી પરવળની ખેતી કરે છે, એકવાર ખેતી કરીને 9 મહિના તેમાં પાક લઈ શકાય છે.

હાલ તેઓ એક એકરના ખેતરમાં પરવળ ઉગાડે છે અને એક સીઝનમાં 8 લાખ રુપિયાની કમાણી કરે છે.

જોકે આ માટે તેમને 9 મહિના સુધી કુલ ખર્ચ ફક્ત 1 લાખ રુપિયા જ આવે છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.