અમદાવાદથી મહેસાણા જતા માર્ગમાં આ કાકડી ન ખાઓ તો પ્રવાસ બાતલ સમજો

મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસણ તેમજ આંબલિયાસણ ગામ વિસ્તારમાં થતી દેશી કાકડી ખૂબ જ પ્રખ્યાત છે.

અહીંની કાકડી ખાવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. 

અથવા મહેસાણાથી પસાર થતા રાહદારીઓ નંદાસણ હાઈવે પર વેચાતી દેશી કાકડી ખાવા અચૂક ઉભા રહે છે.

સાથોસાથ આ દેશી કકડી પેક કરાવીને પણ લઈ જાય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ દેશી કાકડીનું વાર્ષિક લાખો રૂપિયાના ભાવમાં વેચાણ થતું હોય છે. 

અહીંના લોકો આ દેશી કાકડીનું વાવેતર કરીને તેનું માર્કેટમાં વેચાણ કરે છે.

સામાન્યપણે આ દેશી કાકડી 60થી  90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, જો તમે નંદાસણ હાઈવે પરથી પસાર થતા હોવ, તો અહીં રોડ સાઈડમાં 20થી વધુ દેશી કાકડીની લારીઓ ઉભી જોવા મળશે.

નંદાસણ હાઈવે પર વેપાર કરતા વેપારીઓ પ્રતિ દિન લગભગ 15થી 20 હજાર કિલો કાકડીનું વેચાણ કરે છે.

અહીંની કાકડી નાની અને કૂણી હોય છે, જે સ્વાદમાં મીઠી લાગે છે, જેથી લોકો વધારે પ્રમાણમાં આ કાકડી ખાવી પસંદ કરે છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...