ભુજનાં 'પસ્તી ગૃપ'નું શૈક્ષણિક સોનું

સામાન્યપણે લોકો ઘરમાં ભેગી થયેલી પસ્તી વેચી થોડા રૂપિયા કમાઈ લેતા હોય છે. 

પરંતુ ભુજનું એક ગૃપ છેલ્લા 12 વર્ષથી પસ્તી વડે બાળકોને શિક્ષણ પૂરું પાડી રહી છે.

2011થી ભુજનું પસ્તી ગૃપ વિવિધ જગ્યાએથી પસ્તી એકત્ર કરી તેમાંથી મળતા પૈસા વડે સામાજિક કાર્યો કરી રહ્યું છે.

સરકારી શાળાઓમાં ભણતા બાળકો માટે આ ગૃપ નોટબુક, પેન, પેન્સિલ સહિતની સ્ટેશનરી આઈટમ સાથે શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે. 

છેલ્લા 12 વર્ષમાં આ પસ્તી ગૃપ દ્વારા 16 હજાર બાળકોને આ શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું છે.

વર્ષ 2011માં ભુજ શહેરમાં અતિભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. 

લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરની અનેક વસ્તુઓ નકામી બની હતી.

ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના પુસ્તકો પણ પલળીને ખરાબ થયા હતા. 

ગરીબ પરિવારોના બાળકો આવી પરિસ્થિતિમાં શિક્ષણથી અળગા ન રહે તે માટે ભુજના અમુક સેવાભાવી યુવાનોએ પસ્તી એકત્ર કરી.

અને તેમાંથી શૈક્ષણિક કિટ ખરીદી તેને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક વિતરણ કરવાનું નક્કી કર્યું હતું.

આ રીતે શરૂ કરેલા સેવાકાર્યો થકી તેમના ગૃપનું નામ પસ્તી ગૃપ થઈ ગયું છે.

પસ્તી ગૃપના મનીષ નિરંજને જણાવ્યું હતું કે, અમે દર રવિવારે જુદા જુદા વિસ્તારોમાં જઈ ઘરોમાંથી પસ્તી એકત્ર કરીએ છીએ.

ત્યારબાદ શાળાઓમાં જઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનું લીસ્ટ મેળવી લઈએ છીએ.

જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની અને મદદ કરી શકાય.

ફક્ત પાંચ યુવાનોથી શરૂ થયેલું પસ્તી ગૃપ આજે ખૂબ વિશાળ બની ગયું છે અને તેથી જ છેલ્લા 12 વર્ષથી આ સેવાકાર્ય સતત ચાલુ છે.

આ ગૃપ સરકારી સ્કૂલના જરૂરતમંદ વિદ્યાર્થીઓને નોટબુક, બોલપેન, કંપાસ જેવી સામગ્રી ભેગી કરી એજ્યુકેશન કિટ બનાવી વિદ્યાર્થીઓને આપે છે.

અત્યાર સુધીમાં તેમણે 16,000 જેટલી શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો