29 ફેબ્રુઆરી બાદ Paytmનું શું થશે!

દેશમાં એવા દુકાનદારોની અછત નથી, જેમણે પેટીએમના સ્કેન કાર્ડ લગાવી રાખ્યા છે. દેશની લગભગ બીજી કે ત્રીજી દુકાનમાં તમને પેટીએમનું સ્કેન કાર્ડ કે સાઉન્ડ બોક્સ મળી જશે.

ઘણા બધા વેપારીઓને ફરિયાદ છે અને ડર છે કે, 29 ફેબ્રુઆરી 2024 બાજ હવે તેમનું શું થશે. ઘણા વેપારીઓએ પેટીએમથી પેમેન્ટ લેવાનું પણ બંધ કરી દીધું છે અને ગ્રાહકો પાસેથી રોકડમાં જ પેમેન્ટ લઈ રહ્યા છે.

આ વચ્ચે મોટો સવાલ એ છે કે, શું આ સાઉન્ડ બોક્સ અને ક્યૂઆર કોડ 29 તારીખ બાદ કામ કરશે કે નહીં.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આવી સ્થિતિમાં કરી શકો છો QR Codeનો ઉપયોગ- જો કે, યૂપીઆઈ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે અને બીજા બેંક એકાઉન્ટ સાથે લિંક હોય છે, તો તમે QR Codeનો ઉપયોગ કરી શકો છો. 

પરંતુ જો ક્યૂઆર કોડ પેટીએમ વોલેટથી લિંક છે, તો હવે તે કામ નહીં કરે.

આવી સ્થિતિમાં વેપારીઓનું ટ્રાન્ઝેક્શન બંધ થઈ જશે. જો કે, 29 ફેબ્રુઆરી સુધી પેટીએમની પાસે મોકો છે કે, તે બીજા એકાઉન્ટ સાથે લિંક કરી દે. જો આવું થાય છે, તો ઠીક છે, પરંતુ આવું ન થયું તો વેપારીઓ આ સુવિધાઓનો ફાયદો નહીં ઉઠાવી શકે.

પેટીએમ હવે સ્થિતિને નિયંત્રિક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હાલમાં જ કંપનીના અધિકારીઓએ રિઝર્વ બેંકના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને પેટીએમના એમડીએ નાણામંત્રી નિર્મલા સિતારમણ સાથે વાત કરી હતી. 

વાસ્તવમાં નિયમોનું પાલન નહીં કરવાના કારણે રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ લગાવ્યો છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.