બનાસ ડેરીએ ગોબરથી કરી સોના જેવી કમાણી!

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ડીસાના દામા ગામ નજીક બાયોગેસ પ્લાન્ટનું  નિર્માણ કરવામાં આવ્યું છે. 

અહીં એક વર્ષ પહેલાં પશુઓના છાણમાંથી ગેસ ઉત્પાદન કરતો સીએનજી પમ્પ બનાવામાં આવ્યો હતો.

આ પંપ ખાતે છાણમાંથી ગેસ ઉત્પાદન કરીને વેચવામાં આવે છે.

આ પંપ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી કરવાનો છે. 

બનાસડેરી દ્વારા પશુઓના ગોબરને ગોબર ધન ગણીને દેશનો સૌથી પહેલો ગોબરમાંથી સીએનજી ગેસનો નિર્માણ કરતો પંપ  રૂ.8 કરોડ જેટલો ખર્ચ કરીને બનાવવામાં આવ્યો છે.

બનાસ ડેરી દ્વારા બનાવાયેલા 2 હજાર ક્યુબીક મીટરમાં ફેલાયેલા બાયોગેસ પ્લાન્ટમાં રોજના 40 હજાર કિલો છાણનો ઉપયોગ કરવામાં આવે છે.

જેના થકી આ બાયોગેસ પ્લાન્ટમાંથી રોજ 800 કિલો સીએનજી ગેસ બનાવીને વાહન ચાલકોને વેચાણ કરવામાં આવે છે.

આ બાયો સીએનજી પ્લાન્ટમાં  5 ગામોમાંથી પશુઓનું છાણ ખરીદવામાં આવે છે. 

અત્યાર સુધી અહીં 3 કરોડ 25 લાખની છાણની ખરીદી કરવામાં આવી છે.

દામા સીએનજી ગેસ પંપ દ્વારા 2 કરોડ 55 લાખનો ગેસ તૈયાર કરી વેચવામાં આવ્યો છે.

તેમજ 6 કરોડ 15 લાખનું ખાતર અત્યાર સુધી વેચવામાં આવ્યું છે.

ડીસાના દામા ગામ નજીક બનાવવામાં આવેલા બાયો સીએનજી પ્લાન્ટમાં છાણ ખરીદવામાં આવે છે.

જેમાંથી સીએનજી બનાવવામાં આવે છે  તેમજ પ્રોમ પ્રોડક્ટથી  સેન્દ્રીય ખાતર અને કૃષિ સંજીવની ખાતર બનાવવામાં આવે છે.

આ પ્લાન્ટ થકી 40થી 50 લોકોને રોજગારી પણ મળી રહી છે.

બનાસ ડેરીમાં દરરોજ 110થી 115 જેટલા વાહનો CNG ભરાવવા આવે છે.

અત્યાર સુધી 85 હજાર કરતા વધુ વાહનોમાં સીએનજી ભરાઈ ચુક્યા છે.

બનાસ ડેરીના ગેસ પંપે અત્યાર સુધી 2 કરોડ 55 લાખનો ગેસ અને 6 કરોડ 55 લાખનું ખાતર વેચી આવક મેળવી છે.

આ પ્લાન્ટ પર પાંચ ગામમાંથી પશુઓનું છાણ આવે છે. જેમાં શેરપુરા ગામમાંથી સૌથી વધુ 98 લાખ કરતાં વધુ છાણની આવક થઈ છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો