એક જાફરાબાદી ભેંસ પશુપાલકને વર્ષે કરાવે છે, આટલા લાખની કમાણી

મહેસાણાના ખેરાલુમાં રહેતા પશુપાલક અશોકભાઈ દેસાઈ પાસે દૈનિક 20 લિટર દૂધ આપતી જાફરાબાદી ભેંસ છે.

આ ભેંસની કિંમત હાલ દોઢ લાખ રૂપિયા ઉપર બોલાય છે.

આ ભેંસના દૂધના વેચાણ થકી અશોકભાઈ વાર્ષિક 6 લાખ સુધીની કમાણી કરે છે.

માત્ર 10 ધોરણ ભણેલાં 54 વર્ષીય અશોકભાઈ દેસાઈએ 28 વર્ષ પહેલાં પશુપાલનનો વ્યવસાયનો શરૂ કર્યો હતો. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જ્યારે શરૂઆત કરી હતી, ત્યારે અશોકભાઈની પાસે માત્ર એક જ ગાય હતી.

હાલ તેમની પાસે લગભગ 120 જેટલાં દૂધાળા પશુઓ છે.

120 દૂધાળા પશુમાં તેમની પાસે 70 જેટલી એચએફ ગાય, 7 ભેંસ અને 40 ગીર ગાય છે.

આ દૂધાળા પશુઓ દ્વારા રોજનું 600 લિટર દૂધનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરવામાં આવે છે.

ડેરીમાં જાફરાબાદી ભેંસના દૂધનો ભાવ 70થી 80 રૂપિયા સુધીનો મળતો હોય છે.

આ જાફરાબાદી ભેંસના દૂધના વેચાણ દ્વારા રોજના 1600 રૂપિયાની કમાણી થાય છે અને મહિનાના 50 હજાર રૂપિયાના દૂધનું વેચાણ થાય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા