બ્રોકરેજે કહ્યું- વેચતા નહીં, આ શેર જઈ શકે છે 3200ની પાર

ફેવિકોલ બનાવતી કંપની પિડિલાઈટના શેરોમાં ગત 5 ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડો નોંધાયો છે. કંપનીના શેર 49 અંક સુધી ઘટ્યા છે.

જણાવી દઈએ કે પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં આ ઘટાડો ત્રિમાસિક ગાળાના પરિણામો આવ્યા બાદ નોંધાયો છે.

કંપનીએ એક દિવસ પહેલાં માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરતાં જણાવ્યું કે, તેનો ચોખ્ખો નફો ગત વર્ષની સરખામણીએ 19.3 ટકા વધીને 364 કરોડ રૂપિયા રહ્યો છે, જ્યારે રેવન્યુ 7.9 ટકા વધીને 2902 કરોડ રૂપિયા રહ્યું છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

વિદેશી બ્રોકરેજ ફર્મ સીટી અને મેક્વેરીએ પિડિલાઈટના ચોથા ક્વાર્ટરના પરિણામો બાદ આ સ્ટોક માટે પોતાનું નેગેટિવ વલણ યથવત રાખ્યું છે.

જોકે, ગોલ્ડમેન સેક્સ અને નુવામા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે આ સ્ટોક પર ‘Buy’ રેટિંગ યથાવત રાખ્યું છે.

સીટીએ પિડિલાઈટને ‘Sell’ રેટિંગ આપતાં કહ્યું છે કે કંપનીના પરિણામો બધા જ મોરચે તેની અપેક્ષાઓથી ઓછા રહ્યા છે. બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઇસ 2200 રૂપિયા પ્રતિ શેર આંકી છે.

મેક્વેરીએ પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોક પર તેનું ‘અંડરપરફોર્મિંગ’ રેટિંગ યથાવત રાખ્યું છે અને શેરની ટાર્ગેટ પ્રાઇસ 2300 રૂપિયા નક્કી કરી છે. 

સીટી અને મેક્વેરીથી વિપરીત નુવામાં ઇન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝે પિડિલાઈટના શેર માટે 3220 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરીને Buy રેટિંગ યથાવત રાખ્યું છે.

ગોલ્ડમેન સેક્સ પણ ચોથા ક્વાર્ટરના પરિણામો બાદ ફેવિકોલ બનાવતી કંપની પર પોઝિટિવ થઈને કહ્યું છે કે કંપનીએ ડબલ ડિજીટમાં પોતાનો ગ્રોથ યથાવત રાખ્યો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.