મૃત વ્યક્તિમાં ભૂંડની કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી રિઝલ્ટ જોઈ ડૉક્ટરો આશ્ચર્યમાં મૂકાયા
અમેરિકામાં ડૉક્ટરો દ્વારા આશ્ચર્ય ઉભું કરે તેવું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
આ પરાક્રમને મેડિકલ સેક્ટરમાં એક ચમત્કાર તરીકે જોવામાં આવે છે.
મેડિકલ ક્ષેત્રની આ નવી ઉપલબ્ધિએ સંભાવનાઓના નવા દરવાજા ખોલ્યા છે.
અહીં ડૉક્ટરો દ્વારા એક મૃતકના શરીરમાં ભૂંડની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે.
આ કેસમાં જે મૃતક વ્યક્તિ છે તેનું મોત બ્રેન ડેડના કારણે થયેલું હતું.
આ ટ્રાન્સપ્લાન્ટ બાદ જે રિઝલ્ટ મળ્યું તે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દેનારું હતું.
કારણ કે ભૂંડની કિડની મૃતકના શરીરમાં લગભગ એક મહિના સુધી કામ કરતી રહી હતી.
આ નવી ઉપલબ્ધિ અંગદાનની જરુરિયાતોને જોતા મોટું પગલું સાબિત થઈ શકે છે.
જણાવી દઈએ કે આ ચમત્કાર ન્યૂયોર્ક યુનિવર્સિટી લેંગોન ટ્રાન્સપ્લાન્ટ ઈન્સ્ટિટ્યુટના સર્જનોએ કર્યું છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...