પિતૃ દોષ: આ છોડની પૂજા કરવાથી મળશે મુક્તિ 

સનાતન ધર્મમાં છોડમાં પૂર્વજો-દેવતાઓનો વાસ માનવામાં આવે છે.

પિતૃ પક્ષમાં કેટલાક છોડના પૂજનથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.

પંડિત નંદકિશોર અનુસાર પિતૃ પક્ષ દોષમાંથી મુક્તિ મેળવવા માટે મહત્વપૂર્ણ સમય છે.

પીપળાના છોડ પર તલ, જળ ચઢાવવાથી પિતૃ પ્રસન્ન થાય છે.

ભગવાન વિષ્ણુને પ્રિય અશોક એટલે આસોપાલવના છોડ પર પિતૃનો વાસ હોય છે.

પિતૃ પક્ષમાં એમની પૂજાથી ઘરમાં સુખ શાંતિ આવે છે.

માનવામાં આવે છે કે, વડના વૃક્ષને જળ ચઢાવવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે.

ભોલેનાથને પ્રિય બીલીપત્રનો છોડ લગાવવાથી પિતૃઓ ખુશ થાય છે.

પિતૃ પક્ષમાં તુલસીનો છોડ લગાવવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)