જો તમે પિતૃપક્ષમાં પિતૃઓનું તર્પણ કરો છો તો આ દરમિયાન તમારે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઇએ.
પિતૃપક્ષમાં શું ન કરવું
પિતૃપક્ષમાં માંસાહારી ભોજન અને લસણ-ડુંગળીનું સેવન ન કરવું જોઇએ, સાથે જ તેમાં માંગલિક કાર્યો કરવા વર્જિત હોય છે.
લસણ- ડુંગળી
પિતૃપક્ષમાં તર્પણ કરનાર લોકોએ ડુંગળી-લસણ અને માંસાહારી ભોજનનું સેવન ન કરવું જોઇએ, તેનાથી પિતૃઓ નારાજ થઇ જાય છે.
શાકાહારી વસ્તુઓ
માંસ-માછલી સાથે જ પિતૃપક્ષમાં કાકડી, જીરુ અને સરસવનું સેવન ન કરવુ જોઇએ.
માંગલિક કાર્ય
પિતૃપક્ષમાં માંગલિક કાર્યો કરવાની મનાઇ હોય છે. 15 દિવસ સુધી કોઇપણ પ્રકારના શુભ કાર્ય ન કરવા જોઇએ.
પશુ-પક્ષી
પિતૃપક્ષમાં ભૂલેચૂકે પણ પશુ-પક્ષીઓને હેરાન ન કરવા જોઇએ, આવું કરવાથી પિતૃઓ નારાજ થઇ જાય છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.