Vibrant Gujarat: પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, વાઈબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે
પીએમ વૈશ્વિક નેતાઓ અને ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO) સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે
PM વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 (VGGS)નું પણ ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ જાન્યુઆરીએ યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ સાથે રોડ શો કરશે
આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે
ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું
તે થીમનું નામ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે
આ વર્ષે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે
વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો જેમ કે ઉદ્યોગ 4.0, ટેકનોલોજી અને નવીનતા, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ કાર્યક્રમોનું આયોજન કરશે
સાથે જ ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ અને નવીનીકરણીય ઉર્જા અને સ્થિરતા તરફ જેવા સેમિનાર અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે