પગ નથી છતાં ભરી હરણફાળ

કચ્છના ચેતન જાજાણી 2 વર્ષની ઉંમરથી જ પોલિયોને કારણે પગ ગુમાવતા વ્હીલચેર પર છે.

પરંતુ, આ વ્હીલચેર તેને ક્યારેય આગળ વધતા રોકી ન શકી. 

ચેતન વ્હીલચેરમાં હોવા છતાં એક શાનદાર ફીટનેસ કન્સલ્ટન્ટ છે.

નાનપણથી જ સ્પોર્ટ્સમાં રસ હતો પરંતુ, કચ્છમાં તેની પૂરતી સગવડ નહતી તેથી તે શહેર તરફ નીકળ્યો.

પેરા એથ્લેટિક્સ અને પેરા પાવર લિફ્ટિંગમાં રાજ્યકક્ષાએ અનેક સિદ્ધિઓ મેળવ્યા બાદ તેને મોડલિંગમાં રસ જાગ્યો.

તેણે આ વર્ષે રૂબરૂ મિસ્ટર ઈન્ડિયાની 19મી આવૃત્તિમાં ભાગ લીધો હતો.

સમગ્ર દેશમાંથી પસંદ થયેલા 32 લોકોમાંથી વ્હીલચેર સાથે રેમ્પ વોક કરનારા તે એકમાત્ર હતો.

ચેતને મિસ્ટર ઈન્ડિયા વેસ્ટ 2023 સાથે મોસ્ટ ઈન્સ્પિરેશનલ પર્સાલિટી ઑફ ઈન્ડિયા 2023નો ખિતાબ પણ મેળવ્યો.

આ કચ્છી માડુ હાલ, ગુજરાત માટે પ્રેરણા સ્ત્રોત છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો