પોસ્ટ ઓફિસની સુપરહિટ યોજના, દર વર્ષે મળશે 2,46,000 રૂપિયા

આપણે નાના ઈન્વેસ્ટર્સ રોકાણ કરતી વખતે સૌથી પહેલી નજર ક્યાં દોડાઈએ છીએ ? આપણું રોકાણ સુરક્ષિત રહેવું જોઈએ. 

 બે પૈસા ઓછા મળે તો ચાલશે પરંતુ મૂડીને કઈં નુકશાની ન આવવી જોઈએ તેવી માનસિકતા સાથે ભારતીય આજની તારીખમાં પણ રોકાણ કરે છે. 

પોસ્ટ ઓફિસમાં થતું રોકાણ ભારત સરકારની જામનીગરીમાં થાય છે એટલેકે સરકાર પૈસા આપવા જવાબદાર છે. આજના મોર્ડન જમાનામાં પોસ્ટ ઓફિસો અને તેની સ્કીમો પણ અપગ્રેડ થઈ છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

પોસ્ટ ઓફિસની અનેક યોજનાઓ તમારું જીવન સરળ અને લાભદાયી બનાવી શકે છે. આવી જ એક યોજનાનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. 

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 60 વર્ષથી વધુ ઉંમરના લોકો જ પૈસા રોકી શકે છે. આ સિવાય 55 વર્ષથી ઉપર અને 60 વર્ષ સુધીના VRS લેનારા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

તમે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં ઓછામાં ઓછા રૂ. 1000નું રોકાણ શરૂ કરી શકો છો. રોકાણકારો તેમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે.

સરકાર હાલમાં આ સ્કીમ પર 8.2 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે. આ સ્કીમમાં, જો વરિષ્ઠ નાગરિકો એકસાથે 5 લાખ રૂપિયા જમા કરે છે તો તેઓને દર ત્રિમાસિકગાળાના અંતે 10,250 રૂપિયા કમાણી થશે.  

જો તમે તમારા રિટાયરમેન્ટ મની એટલે કે વધુમાં વધુ રૂ. 30 લાખનું રોકાણ આ સ્કીમમાં કરો છો તો તમને વાર્ષિક રૂ. 2,46,000નું વ્યાજ મળશે 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.