આ આશ્રમમાં થાય નિરાધારની સાચા અર્થમાં સેવા, અહીં લોકો વ્યસન મુક્ત બને છે

સુરતના સીમાડા વિસ્તારમાં આવેલા પ્રભુસેવા આશ્રમના સભ્ય દ્વારા નિરાધારોને માત્ર રેસ્ક્યુ જ કરવામાં આવતા નથી.

પરંતુ જો તેમને વ્યસન હોય, તો વ્યસન પણ છોડાવવામાં આવે છે. 

આશ્રમના સભ્યો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા ભીખીબેન નામની મનોદિવ્યાંગ મહિલા વ્યસનને કારણે આશ્રમમાંથી બે વાર ભાગી છૂટ્યા હતા.

જોકે તેમને ફરીથી આશ્રમ લવાયા હતા અને આજે તેઓ વ્યસન મુક્ત બન્યા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

અંદાજે ચાર વર્ષ પહેલા કડોદરા વિસ્તારમાંથી આધેડ મહિલા ભીખીબેનને રેસક્યુ કરવામાં આવ્યું હતું.

તે સમયે તેમના માથાના આગળના ભાગે વાળ ન હતા, જયારે પાછળના વાળ લાંબા હતા, જેમાં ખૂબ જૂ પડી હતી.

આ સંસ્થાનાં સભ્યો દ્વારા તેમને આશ્રમે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમને નવડાવી, જમાડી સારવાર શરૂ કરવામાં આવી હતી.

સંપૂર્ણ સારવાર બાદ હવે તેઓ આશ્રમમાં દોઢ વર્ષથી વ્યસન મુક્ત જીવન ગાળી રહ્યા છે.

આ સંસ્થા હાલ તેમના પરિવારને શોધી રહી છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા