પશુપાલન બન્યો ઉજળો વ્યવસાય, આ પશુપાલક વર્ષે 75 લાખથી વધુની કરે છે કમાણી

હિંમતનગરના દલપુર ગામમાં રહેતા  પશુપાલક પ્રકાશભાઈ, સુરેશભાઈ અને મહેશભાઈ  એમ ત્રણે ભાઈઓ છેલ્લા 30 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. 

આ ત્રણેય ભાઈઓ પાસે કુલ 80થી વધુ પશુઓ છે. 

તેઓ વર્ષ દરમિયાન લગભગ 75 લાખથી વધુ રૂપિયાનું દૂધ ડેરીમાં ભરાવે છે.

પ્રકાશભાઈ પાસે દિવસમાં 40થી 50 લિટર દૂધ આપતી ચાર ગાયો એચએફ નસલની ગાય છે, જેની કિંમત દોઢથી 2 લાખ રૂપિયા જેટલી છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ગાયો તેઓ પંજાબથી લાવ્યા હતા. પંજાબથી લાવેલી એચએફ બ્રિડની ગાયો દૈનિક 40થી 50 લિટર દૂધ આપે છે.

આ ગાયોની કિંમત 1.5 લાખ થી 2.3 લાખ રૂપિયા સુધીની છે. 

પશુપાલક પ્રકાશભાઈના જણાવ્યા મુજબ, જો સંપૂર્ણ આયોજનથી પશુપાલન કરવામાં આવે તો, પશુપાલન થકી ઘણો ફાયદો થાય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...