પાવર કંપનીને મળ્યો 765 કરોડનો મોટો ઓર્ડર, શેર ખરીદવા તૂટી પડ્યા રોકાણકારો

પ્રીમિયમ એનર્જી કંપનીના શેર આજે સોમવારના રોજ ફોકસમાં રહ્યા હતા. કંપનીના શેરમાં આજે 10 ટકા તેજી જોવા મળી હતી. 

શેરોમાં આ તેજી પાછળ એક મોટો ઓર્ડર છે, કંપનીના જણાવ્યા પ્રમાણે તેની સહાયક કંપનીઓએ ઘણા ઓર્ડર હાંસિલ કર્યા છે, જેની કુલ વેલ્યૂ 765 કરોડ રૂપિયા છે. 

આમાં સોલર મોડ્યુલ માટે 632 કરોડના ઓર્ડર અને સોલર સેલ માટે 133 કરોડ રૂપિયાના ઓર્ડર સામેલ છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

પાવર ઈક્વિટમેન્ટ બનાવનારી કંપનીએ કહ્યું કે, આ મોડ્યુલ અને સેલની સ્પાલય જુલાઈ 2025માં શરૂ થશે. 

આ ઓર્ડરની જાહેરાત બાદ પ્રીમિયર એનર્જી લિમિટેડના શેર 9.9 ટકા ઉછળીને 1,217 રૂપિયાની ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા હતા. 

આ કંપનીના શેરે આ વર્ષે હજુ સુધી 40 ટકાનું રિટર્ન આપ્યું છે. ગત એક મહિનામાં શેર 5 ટકા ભાગ્યા છે. 

કંપનીના શેરોની 52 સપ્તાહની હાઈ 1,264.90 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 801.60 રૂપિયા છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.