પશુપાલન બન્યો ઊજળો વ્યવસાય, આ 7 પશુપાલકોની જંગી કમાણી ઊડાવી દેશે હોશ
બનાસકાંઠામાં પશુપાલન એક ઊજળો વ્યવસાય સાબિત થઈ રહ્યો છે. આજના સમયમાં પશુપાલકો દૂધના વેચાણ દ્વારા લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
વડગામ તાલુકામાં નગાણા ગામના નવલબેન દલસંગભાઈ ચૌધરી પાસે નાના-મોટા 200 દૂધાળા પશુ છે. રોજનું 1000 લિટર દૂધ તેઓ ભરાવે છે અને વર્ષે એક કરોડની આવક મેળવે છે.
ધાનેરા તાલુકામાં ચારડા (વિજાપુરા) ગામના પશુપાલક કાનુબહેન ચૌધરી પશુપાલનના વ્યવસાય દ્વારા મહિનાના 6 લાખ રૂપિયાની આવક મેળવે છે. આ મહિલા અન્ય મહિલાઓ માટે પ્રેરણા મૂર્તિ સમાન બન્યા છે.
વડાવળ ગામના નાથાભાઈ દેસાઈ પાસે 20 જેટલા નાના મોટાં પશુઓ છે અને તેઓ દરરોજનું 160થી 170 લીટર જેટલું દૂધ ભરાવે છે. આખા વર્ષમાં તેઓ 23થી 24 લાખની આવક મેળવે છે.
MORE
NEWS...
કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી
સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...
ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક
ડીસામાં યાવરપૂરાના પશુપાલક રાજાજી રાજપૂત પાસે 50 જેટલા દૂધાળા પશુઓ છે. તેઓ રોજનું 250 લિટર દૂધ ભરાવે છે અને મહીને 2.50 લાખની આવક મેળવી રહ્યા છે.
લાખણી તાલુકામાં નાણી ગામના અમરતભાઈ દેસાઈ પાસે 42 જેટલાં પશુઓ છે. તેઓ દરરોજનું 240 લિટર ડેરીમાં દૂધ ભરાવીને, મહિને 2 લાખ 20 હજારની આવક મેળવે છે તેમજ વાર્ષિક 28 લાખની આવક મેળવે છે.
ડીસામાં શેરપુરા ગામના દરિયાબેન રાજપૂત પાસે 100 જેટલા પશુઓ છે. તેઓ વર્ષે 48 લાખ રૂપિયાનું દૂધ ડેરીમાં ભરાવે છે.
રામપુરાનો એક ખેડૂત પ્રતિ દિન 60થી 70 લિટર દૂધ ભરાવે છે અને વર્ષે તેઓ 9થી 10 લાખની આવક મેળવે છે.
આ ઉપરાંત, પશુઓના છાણના વેચાણ દ્વારા પણ ખેડૂતે 3 વર્ષમાં અઢી લાખ કરતાં પણ વધુની આવક મેળવી છે.
MORE
NEWS...
ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત
ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક
ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા