પક્ષી બચાવો અભિયાન, 16,000 પક્ષીના માળા અને પાણીનાં કુંડાનું કરાયું વિતરણ

ભાવનગરમાં પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે પક્ષીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવે છે. 

આ સંસ્થા દ્વારા 11,000થી વધુ પક્ષીના માળા અને 5,000થી વધુ પક્ષી માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ સંસ્થા દ્વારા સંચાલિત શિહોરમાં અગિયાળી ગામ ખાતે આવેલી જીવદયા હોસ્પિટલમાં તમામ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓની સારવાર માટે અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

દરેક અબોલ જીવને તબીબી સારવાર, ઓપરેશન અને જરૂરી દવા બધું જ વિનામૂલ્યે મળી રહે તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ભાવનગર, અમરેલી અને બોટાદ એમ ત્રણ જિલ્લામાં અબોલ જીવ માટે વિનામૂલ્યે અદ્યતન સેવા આપતી આ સૌથી મોટી હોસ્પિટલ છે.

અસહ્ય ગરમીને ધ્યાને લઇ હોસ્પિટલ કેમ્પસમાં પક્ષીઓ માટે 200 માળા લાગાવાયા છે.

મોટા પ્રમાણમાં પાણીના કુંડા પણ મૂકાયા છે. પક્ષીઓ માટે ચણનો નિયમિત પ્રબંધ કરાયો છે.

આ ઉનાળામાં પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં પક્ષીઓ માટે 11 હજાર માળા અને 5 હજારથી વધુ પાણીના કુંડા વિનામૂલ્યે વિતરણ કરાયા છે. 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા