મંદિરમાં ઘંટડી કયા હાથે વગાડવી જોઈએ?

હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવાનું વિશેષ મહત્વ હોય છે. એવું કરવાથી આજુબાજુનું વાતાવરણ શુદ્ધ થાય છે.

પરંતુ ઘંટડી વગાડવાના અમુક નિયમ હોય છે, જેનું ધ્યાન રાખવું ખુબ જરૂરી હોય છે.

એવામાં આજે અમે તમને જણાવશું કે આરતી દરમિયાન ઘંટડી કયા હાથે વગાડવી જોઈએ.

ઘંટડી વગાડવાથી જે ધ્વનિ નીકળે છે, એનાથી વ્યક્તિના મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે જ આખા ઘરમાં સકારાત્મકતા આવે છે.

જયારે તમે ઘરના મંદિરમાં આરતી કરો છો, તો ઘંટડી ડાબા હાથમાં પકડવી જોઈએ અને જમણા હાથથી આરતી કરવી જોઈએ. ડાબા હાથથી ઘંટડી વગાડવી શુભ માનવામાં આવે છે.

MORE  NEWS...

15 જૂનથી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિના જાતકોનું ભાગ્ય, કરશે જબરદસ્ત કમાણી

ગુરુ અને ચંદ્રએ બનાવ્યો અતિ શુભ ગજકેસરી રાજયોગ, આ રાશિઓના બદલાશે દિવસો

12 વર્ષ બાદ નજીક આવ્યા ગુરુ અને બુધ, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ

આરતી દરમિયાન એ વાતનું પણ ધ્યાન રાખો કે, ક્યારે પણ આરતી વચ્ચે ઘંટડી નીચે ન રાખવી, પૂજા બાદ જ એને પોતાના સ્થાન પર પાછી મુકો.

માનવામાં આવે છે કે જો કોઈ આરતી કરે છે તો એ સમયે હાથથી ઘંટડી વગાડો, તો આ શરીરના સાત ચંક્ર સક્રિય થઇ જાય છે.

ઘરમાં વગાડવામાં આવેલી નાની ઘંટડીના અવાજથી નકારાત્મક ઉર્જા ખતમ થઇ જાય છે. સાથે જ, આજુ બાજુનો માહોલ શુદ્ધ થવા લાગે છે.

આરતી દરમિયાન ડાબા હાથથી ઘંટડી બગાડવાથી ભગવાન પ્રત્યે આસ્થા વધુ મજબૂત થવા લાગે છે. સાથે જ પૂજા પાઠમાં રસ વધે છે.

જે રીતે ઘરના મંદિરમાં ડાબા હાથે ઘંટડી વગાડવી શુભ હોય છે, એ જ રીતે મંદિરમાં પ્રવેશ કરતા જ ઘંટડી વગાડવાથી તન અને મન પવિત્ર થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

15 જૂનથી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિના જાતકોનું ભાગ્ય, કરશે જબરદસ્ત કમાણી

ગુરુ અને ચંદ્રએ બનાવ્યો અતિ શુભ ગજકેસરી રાજયોગ, આ રાશિઓના બદલાશે દિવસો

12 વર્ષ બાદ નજીક આવ્યા ગુરુ અને બુધ, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ