KBCએ નહીં...
ટામેટાએ બનાવ્યા કરોડપતિ
પુણેના નારાયણગંજમાં રહેતા ખેડૂત તુકારામ ભગોજીએ એક મહિનામાં 13000 ક્રેટ ટામેટા વેચીને 1.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
તુકારામ પાસે 18 એકર ખેતીની જમીન છે, તેઓ તેમના પુત્ર ઇશ્વર ગાયકર અને પુત્રવધૂ સોનાલીની મદદથી 12 એકરમાં ટામેટાનું વાવેતર કરે છે.
પરિવારનું કહેવું છે કે, તેઓ સારી ગુણવત્તાના ટામેટા ઉગાડે છે
.
તુકારામે શુક્રવારે નારાયણગંજના બજારમાં 900 ક્રેટ ટામેટાંનું વેચાણ કર્યું હતું.
તેને એક ક્રેટ પર 2100નો ભાવ મળ્યો હતો. આ રીતે ખેડૂતે 18 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
ગયા મહિને પણ તુકારામે ક્રેઝ દીઠ રૂ. 1000 થી 2400ના ભાવે ટામેટા વેચ્યા હતા.
તુકારામની પુત્રવધૂ સોનાલી ટામેટા રોપવાનું, લણણી અને પેકેજિંગનું કામ સંભાળે છે.
તેમનો પુત્ર ઇશ્વર ટામેટાનું વેચાણ, સંચાલન અને નાણાકીય વ્યવસ્થા સંભાળે છે.
પરિવારનું કહેવું છે કે, છેલ્લા ત્રણ મહિનાની તેમની મહેનત રંગ લાવી છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...