રાધાકિશન દામાણીની કંપની પર બ્રોકરેજ બુલિશ, વધારી દીધી ટાર્ગેટ પ્રાઈસ
ડીમાર્ટના નામે રિટેલ સ્ટોર ચલાવનારી કંપની એવેન્યૂ સુપરમાર્ટ્સના શેરો પર બ્રોકરેજ ફર્મ્સ બુલિશ જોવા મળી રહ્યા છે. એક જ સપ્તાહમાં બીજી વખત તેમણે ટાર્ગેટ પ્રાઈસ વધારી છે.
બ્રોકરેજ ફર્મ CLSAએ શેર માટે પોતાની ટાર્ગેટ પ્રાઈસ વધારી દીધી છે. આજે 2 એપ્રિલના રોજ કંપનીના શેર 1.41 ટકાના ઘટાડા સાથે 4,417.30 રૂપિયાના ભાવે બંધ થયા છે.
બ્રોકરેજ ફર્મે એવેન્યૂ સુપરમાર્ટ્સ લિમિટેડને ખરીદવાની સલાહ આપી છે. સાથે જ ટાર્ગેટ પ્રાઈસે 5,307 રૂપિયાથી વધારીને 5,514 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.