શું ખાંડ કે ગોળ વિના પણ મીઠી ચા બનાવી શકાય?

ઘણાં લોકોની દિવસની શરુઆત માત્ર ચાથી થાય છે.

પરંતુ, ચામાં નાખવામાં આવતી ખાંડ આપણાં શરીર માટે ખરાબ સાબિત થાય છે. 

ત્યારે, રાજસ્થાનના ચુરુમાં સંદીપ ખાંડ નાંખ્યા વિના ચા બનાવે છે. 

તેમ છતાં આ ચાનો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. 

આ ખાસ ચા પીવાથી ન તો ભૂખ ઓછી થાય છે ન તો ગેસની તકલીફ થાય છે. 

સંદીપ તેની ચામાં ખાંડ ઉમેરતો નથી, પરંતુ તેમ છતાં તેની ચાનો સ્વાદ મીઠો હોય છે. 

કારણકે ખાંડ અને ગોળની બદલે તેઓ તેમાં શેરડીનો રસ ઉમેરે છે.

આ ચા બે ભાગમાં બનાવવામાં આવે છે. શુદ્ધ દૂધને ઉકાળીને તેમાં ચા પત્તી ઉમેરાય છે.

તો બીજી તરફ શેરડીના રસના તૈયાર મસાલાને નજીવા પાણીમાં ગેસની ફ્લેમમાં શેકીને પ્રવાહી બનાવવામાં આવે છે.

ચાના પાન મિશ્રિત દૂધને ઉકાળીને થોડી વારમાં તેને ગાળવામાં આવે છે.

ત્યારબાદ ચાને ફરીથી ઉકાળીને તેમાં પ્રવાહી મસાલો ઉમેરવામાં આવે છે.

શેરડીના રસમાંથી બનેલા ખાસ મસાલામાં એલચી, તજ, આદુનો રસ, લવિંગ હોય છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો