આ દિવ્યાંગને પાણીપુરીએ કર્યા પગભર!
કોરોના મહામારીએ અનેક લોકોના ધંધા રોજગાર છીનવી લીધા હતા.
અનેક એવા પરિવારો હતા જેઓની રોજગારી છીનવાઈ ગઈ હતી.
કોરોના કાળ દરમિયાન છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
સમય જતા પરિવારમાં મુશ્કેલીઓ સર્જાતા હવે પતિ પત્નીએ મળીને પાણીપુરીનો વ્યવસાય શરૂ કર્યો છે.
કોરોના મહામારીના સમયમાં પાલનપુરમાં રહેતા દિવ્યાંગ પતિ દિનેશભાઈ પટેલ અને પત્ની વીણાબેન પટેલએ શરૂ કરેલો પાર્લરનો વ્યવસાય પડી ભાંગ્યો હતો.
પાર્લર બંધ થઈ જતા ગુજરાન ચલાવવામાં અતિશય મુશ્કેલી પડી હતી.
સમય વિત્યો છતા મુશ્કેલીનો સમય પસાર થતો ન હતો.
તેવામાં પતિ પત્નીએ મળીને પાણીપુરીનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કર્યો હતો.
આ વ્યવસાય શરૂ કરતા તેઓને હવે સારી આવક મળી રહી છે.
દિવ્યાંગ પતિ પત્નીએ મળીને પાલનપુર અમદાવાદ હાઇવે પર કાળા હનુમાન રોડ રામદેવ હોટલની આગળ પોતાની પાણીપુરીની લારી શરૂ કરી છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...